Wednesday 20 November 2019

એક સપનું આંખમાં ઉગાડતા વર્ષો થયાં
ને પછી એને જ પાછું દાટતા વર્ષો થયાં

આંસુઓ, અવહેલના, પીડા, ઉદાસી ને વ્યથા
એ જ રસ્તે એકધારું ચાલતા વર્ષો થયાં

જિંદગીને શર્ત વિના ચાહવાની હોય છે,
આટલી સમજણ ને ડહાપણ આવતા વર્ષો થયાં

એમણે પૂછ્યું, હું તારી જિંદગીમાં હોત તો?
કેમ કહેવું એમને? કે - ધારતા વર્ષો થયાં

માછલીની આંખ તો પળવારમાં વિંધી અમે;
ત્રાજવે ઊભા રહીને તાકતા વર્ષો થયાં!

: હિમલ પંડ્યા
જામ છે સામે છલોછલ, પી જતા ના આવડ્યું!
એમના થઈને ય એના થઈ જતા ના આવડ્યું!

એક એવી આગ દિલમાં એ રીતે ફેલાઈ ગઈ,
ઠારતા ના આવડ્યું, સળગી જતા ના આવડ્યું!

અધવચાળે જે કોઈ અટકી ગયા, સુખી થયા;
ને તમોને ઓ ચરણ! થાકી જતા ના આવડ્યું!

હું પરાણે સામટી અવહેલના સહેતો રહ્યો,
દોસ્તની મહેફીલ હતી, ઊઠી જતા ના આવડ્યું!

છેવટે તો આટલું તારણ અમે કાઢી શક્યાં,
જીવતા તો આવડ્યું, જીવી જતા ના આવડ્યું!

મોત પણ છેટું રહ્યું એ એક કારણથી જ ‘પાર્થ”!
બસ, સમયસર શ્વાસને છટકી જતા ના આવડ્યું.

: હિમલ પંડ્યા
આપણે સમજી શક્યા ના, શું હતું?
એમના હૈયામાં કંઈ બીજું હતું!

એટલે ના વાર લાગી તૂટતા,
આ હૃદય શરુઆતથી ઋજુ હતું;

ખેદ એનો છે, મને ના આવડ્યું!
બેવફાઈનું ગણિત સીધું હતું;

'તું કશું યે સાચવી શક્તો નથી';
યાદ આવ્યું, એમણે કીધું હતું!

ખૂબ જાણીતી ક્ષણો પાછી ફરી!
પણ હવે એમાં કોઈ ત્રીજું હતું;

કૈંક તો છેવટ સુધી ખૂટતું રહ્યું!
માનતો'તો હું, બધું પૂરું હતું!

: હિમલ પંડ્યા
આંખમાં એકાદ સપનું વાવીએ
ને પછીથી પાંખને ફેલાવીએ

એક બસ તારી નજરમાં આવીએ
એ રીતે તકદીરને અજમાવીએ

કોઈ બીજી રીતથી નહીં ફાવીએ
તું કહે તો શેર બે ફરમાવીએ

આંગણે તોરણ ફરી જોયું હશે!
આંસુઓ પૂછી રહ્યા છે - આવીએ?

એ તો કયે, ગઝલો મૂકો બીજું લખો
એમ કંઇ થોડો ધરમ વટલાવીએ?

ટોચ પર છો પહોંચવું કપરું હશે
સ્હેજ નોખી છાપ તો ઉપસાવીએ

: હિમલ પંડ્યા
૦૪-૧૧-૨૦૧૯
હૃદય લઈને આવ્યા છો, તમને ખબર છે?
આ સંવેદનાઓ વગરનું નગર છે.

બહુ લાગણીની અપેક્ષા ન રાખો!
અહીં દુનિયાદારીની ઝાઝી અસર છે.

તમે જેને ઈશ્વર ગણી પૂજતા 'તા!
એ પથ્થર થયો છે, ન એને કદર છે.

અમે પણ જુઓ, છેક આવીને ઊભા!
સતત લાગતુ'તું અજાણી સફર છે.

સમી સાંજ, દરિયો અને રેત-ચિત્રો;
બધું છે, પરંતુ તમારા વગર છે.

તમે શબ્દનો સાથ છોડી ન દેશો!
અવિનાશી છે એ, અજર છે, અમર છે.


અહીં જિંદગીનો ભરોસો નથી કંઈ
અને મોતનું આવવાનું અફર છે.
 
: હિમલ પંડ્યા

Tuesday 5 March 2019

गलतफहमियों की वजह ढूंढते हो;
चलो, छोडो, जाने दो, क्या ढूंढते हो!

जो थी राह खुद भूल जाने के काबिल,
तो क्यूँ तुम सफर के निशाँ ढूंढते हो!

जमाने की बातों में आकर अचानक,
रकीबों में अपना खुदा ढूंढते हो!

मज़े लेंगे सब, साथ कोई न देगा;
बुरे दौर में आशना ढूंढते हो!?

भरोसा है गर, मेरी आँखों में देखो;
ये हर वक़्त क्यूँ आइना ढूंढते हो?

गले से लिपट कर जरा मुस्कुरा दो!
ख़ुशी सामने है, पता ढूंढते हो!?

: हिमल पंड्या
આગળ વધી જવાની કોશિશ કરી હતી મેં,
પાછા ફરી જવાની કોશિશ કરી હતી મે;

રસ્તાએ રસ્તા વચ્ચે રોકી લીધો મને કાં?
મંજિલ સુધી જવાની કોશિશ કરી હતી મેં;

એવું થયું પછી, કે મારો ય ના રહ્યો હું!
તારા થઈ જવાની કોશિશ કરી હતી મેં;

ન્હોતો હું કોઈ સપનું, ના આરઝૂ, ન ઈચ્છા,
તો યે ફળી જવાની કોશિશ કરી હતી મેં;

દરિયો અગાધ ઊંડો, ડૂબાડશે એ નક્કી,
જેને તરી જવાની કોશિશ કરી હતી મેં;

એ વાત છે અલગ કે મહેંકી નથી શકાયું!
જાતે બળી જવાની કોશિશ કરી હતી મેં;

પોતીકી ‘પાર્થ’ લાગી પીડા ય એ ઘડીથી,
ખુદથી ખરી જવાની કોશિશ કરી હતી મેં.

: હિમલ પંડ્યા
कौन सा ऐसा कसब होता है,
जो भी होता है, गज़ब होता है

जादू-टोना कभी, कभी खंजर,
उसकी आंखों में वो सब होता है

जब से देखा है हसीं चेहरे को,
मुझको लगता है कि रब होता है

उसका दीदार, अपनी बेताबी,
जब ये होता है, वो तब होता है 

शाम ये एेसे ही नहीं ढलती,
उससे मिलने का सबब होता है

: हिमल पंड्या

तुज़ ही को सोचता हूँ फिर भी तेरा क्यूँ नहीं होता?
घनी रातों का कोई भी सवेरा क्यूँ नहीं होता?

तूं सामिल है मेरी हर सांस में, मेरे तसव्वुर में;
तुम्हारी ज़िन्दगी में मेरा हिस्सा क्यूँ नहीं होता?

कभी ताउम्र मिल जाए कोई दो चाहने वाले!
ज़माने भर में ऐसा कोई किस्सा क्यूँ नहीं होता?

हंमेशा कोसते रहेते हो मेरी हर कमी को तुम!
लो, अब तो मैं भी हैरां हूँ मैं अच्छा क्यूँ नहीं होता?

खुद ही निकले थे मुज़को क़त्ल कर के अपने हाथों से;
खुद ही अब पूछते हो कि मैं ज़िन्दा क्यूँ नही होता?

: हिमल पंड्या
कोई आया, रोशनी-सी दे गया!
मेरे होठों को हँसी-सी दे गया!

दिल के सूने आसमानों में कोई;
ऐसे निकला, चांदनी-सी दे गया! 

लफ्ज़ कुछ़ बिखरे पडे़ थे दरमियां;
अपना मिलना शायरी-सी दे गया!

एसे ढलका आप का आंचल वहां;
कि यहां पे खलभली-सी दे गया!

जाते-जाते मुड़ के देखा आपने;
वो नज़ारा तिश्नगी-सी दे गया!

एक पल की थी हमारी दासताँ;
एक पल एक ज़िन्दगी-सी दे गया!

: हिमल पंड्या