Friday 18 June 2021

તું છોડ હકીકત બધી, શમણાંની વાત કર
પૂર્વાનુમાન-કલ્પના-ભ્રમણાની વાત કર

વીતી ગઈ જે રાત એ વીતી ગઈ હવે
અત્યારની ને આજની, હમણાંની વાત કર

તારી તરસ ને ઝંખના સમજી જશે બધાં
મૃગજળને દેખી દોડતાં હરણાંની વાત કર!l

ખંજર બન્યાં એ પીઠનું એમાં નવાઈ શી?
ચહેરાં હતાં જ કેટલા નમણાં! - ની વાત કર

ડૂબી ગયાની દોસ્ત! એ ચર્ચામહીં ન પડ
ઓથે રહ્યો'તો જેની એ તરણાંની વાત કર

: હિમલ પંડ્યા


 

No comments:

Post a Comment