જાત સાથે આ રીતે ના fraud કર;
આ ઉદાસીને હવે unload કર;
એક અવસર હાથ લંબાવી ઊભો!
હાથ સામો આપ, થોડું nod કર;
જીંદગી નામે અહીં play store છે,
તું ખુશીની app download કર;
આંસુઓનો log clear કર અને-
એક-બે સપના પછી upload કર;
રાખ શ્રધ્ધા, હાથ જોડી બેસ અહીં!
કહી રહ્યો છે એ કશુંક! decode કર;
ring તો વાગ્યા જ કરશે ભીતરે,
ત્રસ્ત હો તો સ્હેજ silent mode કર;
શ્વાસની system થવાની hang છે,
RAM ઓછી છે તો ઓછું load કર!
: હિમલ પંડ્યા
No comments:
Post a Comment