હિમલ પંડ્યા 'પાર્થ'
ગુજરાતી/હિન્દી ગઝલો
Tuesday, 16 July 2024
આંખમાં દેખાય જળ?
એ જ છે જીવવાનું બળ.
બંધ દોલત દેહની,
શ્વાસની આપી છે કળ.
સ્પર્શથી જે સળવળી!
એ હથેળીમાં છે સળ.
કેટલું માંગી રહી!
ઊંચે ઊડવાની આ ચળ.
જાતની કર જાતરા
જાતથી પાછો ય વળ.
: હિમલ પંડ્યા
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment