Friday 27 January 2017

દર્દ રીતે દિલમાં ઊતારી લીધું,
હમદર્દ છે એમ ધારી લીધું;

અેકધારી, અનિમેષ જોઈ તને,
મન ભરાયું છતાં મનને મારી લીધું;

સ્મિત હોઠોનું ભેદ ખોલી ગયું!
કૈંક તેં પણ મનોમન વિચારી લીધું;

છે કવિતાઓ લખનારા પાગલ બધા,
એક તારણ હતું, જે સ્વીકારી લીધું.

:
હિમલ પંડ્યા

No comments:

Post a Comment