Friday 27 January 2017

કાં બધું યે મેળવી આબાદ થા!
કાં બધું મૂકી અને બરબાદ થા!

ગુલામી જાતની સારી નથી;
ચાલ, નીકળ બ્હાર ને આઝાદ થા!

કોઈ કંઈ કરતું નથી મતલબ વગર;
થઈ શકે તો તું અહીં અપવાદ થા!

જીંદગી સાથે અબોલા તોડવા,
છે જરુરી કે હવે સંવાદ થા!

હું કવિતા પ્રેમની અઘરી ઘણી;
તું એનો સીધો સરળ અનુવાદ થા!

એમ મારામાં થઈને એકરસ,
તું હવે તારા મહીંથી બાદ થા!

આમ બસ ડોકું ધુણાવી બેસ મા!
શેર જો ગમ્યો છે, તો દાદ થા!

:
હિમલ પંડ્યા

No comments:

Post a Comment