Friday 27 January 2017

ગમ્યું એને હંમેશા ચાહતા રહેવાની આદત છે,
નથી ગમતું જે એને આવજો કહેવાની આદત છે;

ગમે તેને, ગમે ત્યારે, ગમે તે સ્પષ્ટ કહેવાની,
પછી જે કંઈ પરિણામો મળે, સહેવાની આદત છે;

નથી મેલું કશું મનમાં તો અચકાવાનું શેનાથી?
મને ક્યાં પીઠ પાછળ કાંઈ પણ કહેવાની આદત છે?

તમાચા સાવ સીધા ગાલ પર ઝીલી લઉં કિન્તુ,
નજર સામે થતું ખોટું નહિ સહેવાની આદત છે;

હતો હું ત્યાં, હું અહિયાં છું અને હું ત્યાં પહોંચી જઈશ!
વટાવીને બધા અવરોધને, વહેવાની આદત છે;

શબ્દો એટલે મારા બનીને ઠાઠથી રહેતા;
હંમેશાથી મને એના બની રહેવાની આદત છે.

:
હિમલ પંડ્યા

No comments:

Post a Comment