Friday 27 January 2017

અથડાવાનું કૂટાવાનું ઘૂંટાવાનું!
પીડાવાનું રિબાવાનું રૂઝાવાનું!

એક અરીસા જેવી વચ્ચે જાત ઊભી છે,
દેખાવાનું સંતાવાનું લૂછાવાનું!

શ્વાસે શ્વાસે હવા ભરી ફૂગ્ગાએ કેવળ,
ફુલાવાનું ઊંચકાવાનું ફેંકાવાનું!

ઘંટીના બે પડમાંહે જીવતર છે આખું;
વીણાવાનું ઓરાવાનું પીસાવાનું!

અંત લઈને આવતી એક ઘટના છે અંતે;
ઓગળવાનું બૂઝાવાનું ભૂંસાવાનું!

:
હિમલ પંડ્યા

No comments:

Post a Comment