Friday 27 January 2017

ઊડવા આકાશ આપો છો તમે!
પણ પ્હેલાં પાંખ કાપો છો તમે!

સાવ કેવો ભેદ રાખો છો તમે!
ટહૂકાઓને કેદ રાખો છો તમે!

ક્યાં ગળે કોઈ વાત બાંધો છો તમે?
બસ, તૂટે ત્યારે સાંધો છો તમે!

સાવ ખોટી વાત ધારો છો તમે!
આંસુઓ એમાં સારો છો તમે!

એટલે હંમેશ ફાવો છો તમે!
રોઈ-કકળીને મનાવો છો તમે!

આટલું યે ક્યારે માનો છો તમે?
જીવવા કાજે ખજાનો છો તમે!

:
હિમલ પંડ્યા

No comments:

Post a Comment