Friday 27 January 2017

એકાદ એવી વાતમાં વાત થઈ હશે,
હળવી મજાક આપણી આઘાત થઈ હશે;

ત્યારે હૃદયને કામ ખરું સાંપડ્યું હશે,
*
જ્યારે પ્રણયની જગમાં શરુઆત થઈ હશે;*

ધરતી-ગગન ક્ષિતિજ પર આલિંગતા રહ્યા!
એકાંત એને આપવા રાત થઈ હશે;

દરિયા કિનારો, રેત, તમારું સ્મરણ ને હું-
કેવી અનોખી મુલાકાત થઈ હશે!

કહેવું પડ્યું તમારે - નથી હું ભૂલી શકી!
મારા દરદ-પીડાની વસૂલાત થઈ હશે;

ખોલ્યો જરાક ચોપડો જ્યાં લેણ-દેણનો,
કોઈ નહિ તો સામે ખુદ જાત થઈ હશે!

:
હિમલ પંડ્યા

(
કવિશ્રી આદિલ મન્સૂરીની ખ્યાતનામ પંક્તિ પરથી લખાયેલી તરહી ગઝલ)


No comments:

Post a Comment