Friday 27 January 2017

મજાઓ બે ઘડીની હોય છે,
દર્દની ઉંમર સદીની હોય છે;

એટલે રસ્તા કરી લે છે બધે,
એમની તાસીર નદીની હોય છે;

આપણા ભાગે રકમ મોટી નથી,
એમને ચિંતા વદીની હોય છે;

ભીતરે તું યાદ થઈ વહેતી રહે,
આંખ કારણથી ભીની હોય છે;

દશા તારા વગર મારી હતી,
જળ વિના જે માછલીની હોય છે;

હું નશામાં કોઇ દિ' હોતો નથી,
હા, અસર દિવાનગીની હોય છે;

ખીંટીએ લટકી રહ્યું હોવાપણું,
એટલી પીડા છબીની હોય છે;

:
હિમલ પંડ્યા

No comments:

Post a Comment