Friday 27 January 2017

બસ હવે એક રટણ છે, હા મને તું જોઈએ,
હર પ્રહર તારું સ્મરણ છે, હા, મને તું જોઈએ;

ઝંખના મિલનતણી મૃગજળ બનીને વિસ્તરે!
યાદનું વેરાન રણ છે, હા, મને તું જોઈએ;

આવ મારી પાસ, સદીઓની તરસ છીપી જશે,
પ્રેમનું વહેતું ઝરણ છે, હા, મને તું જોઈએ;

કૈંક બદલાયું, નવું આવ્યું, જૂનું ભૂંસાયુ પણ-
આટલું સ્થાયી વલણ છે, હા, મને તું જોઈએ;

દિલ સતત પૂછ્યા કરે છે કોણ તારું હોય છે?
ટાળવી મૂંઝવણ છે, હા, મને તું જોઈએ;

તું જાણે છે હૃદયકેરાં હજારો પ્રશ્નનું,
એક બસ નિરાકરણ છે, હા, મને તું જોઈએ.

:
હિમલ પંડ્યા

No comments:

Post a Comment