Friday 27 January 2017

ડર હતો વખત કો' દિ આવશે;
શ્વાસ ખૂટશે અને જિંદગી આવશે!

ખોટ જેની હતી, ખોજ જેની રહી;
મારી સામગ્રીમાં જડી આવશે!

દોસ્તો જે ના ડોકાયા તકલીફમાં;
જનાજામાં જોજો મળી આવશે!

જેમને ભૂલવામાં સદીઓ વીતી;
જાણ ન્હોતી ફરી સાંભરી આવશે!

સાચવી ના શકાયું તો તૂટી ગયું!
સ્વપ્ન શણગાર્યું'તું ફરી આવશે?

:
હિમલ પંડ્યા

No comments:

Post a Comment