Friday 27 January 2017

એવું મજાનું જીવન જીવીને હું જવાનો!
સઘળા દિલોને જોજો, જીતીને હું જવાનો!

અઘરાં ભલે ને લાગે, સઘળાં દાખલાઓ;
સૌ પાઠ જીન્દગીના શીખીને હું જવાનો!

મેં આદરેલા કામો રહેશે નહિ અધૂરાં;
કંઇ કેટલું તમોને ચિંધીને હું જવાનો!
વિખરાઈને પડ્યા છે, ગૂંચો વળે પ્હેલા,
શ્વાસોની ફીરકીને વીંટીને હું જવાનો!

રસ્તો બતાવનારો ખુદ સારથિ બન્યો છે;
લ્યો, આંખ માછલીની વિંધીને હું જવાનો!

: હિમલ પંડ્યા


No comments:

Post a Comment