Thursday 21 April 2016

ઘણું બદલાઈ શકવાની હજુ સંભાવનાઓ છે,
નવું સરજાઈ શકવાની હજુ સંભાવનાઓ છે;
નથી અફસોસ કે સંબંધનું પહેરણ જરા ફાટ્યું!
પુન: સંધાઈ શકવાની હજુ સંભાવનાઓ છે;

પરસ્પર પ્રેમ-નિસ્બત-લાગણી-સદભાવ-સહચર્ય,
બધું સચવાઈ શકવાની હજુ સંભાવનાઓ છે;

નજર સામે જ છે એ કેશ શ્યામલ,આંખ સતરંગી,
ફરી રંગાઈ શકવાની હજુ સંભાવનાઓ છે;
ગળામાં એક અટકીને ઊભું છે ગીત સદીઓથી,
ઉલટથી ગઈ શકવાની હજુ સંભાવનાઓ છે;
નવેસરથી ચલો ભેગા મળીને ભાગ પાડીએ;
ડૂમો વહેંચાઇ શકવાની હજુ સંભાવનાઓ છે.
: હિમલ પંડ્યા "પાર્થ"
   21-4-2016

No comments:

Post a Comment