Thursday 28 April 2016

સવળું કશું ન થાતું, અવળું બધું પડે છે,
સમજી નથી શકાતું કઈ ગ્રહદશા નડે છે?!
માગ્યું મળે તો તારો માનું હું પાડ ઈશ્વર!
જે જોઇતું નથી એ મુજને સતત જડે છે;

બે પળ ખુશીની જ્યારે બે ડગલાં દૂર ભાસે,
દુનિયા ય જો પ્રપંચો અહીં નિતનવાં ઘડે છે;
સપનાને સ્હેજ ટોકો, આવી રીતે ન આવે!
તૂટે છે ત્યારે જાણે સઘળું તૂટી પડે છે;
હું જિન્દગીની સાથે કહો કેટલું બગાડું?
એકેક શ્વાસે એનું ઋણ મારા પર ચડે છે!
શીખવું છે "પાર્થ" મારે આંસુ છુપાવી હસતા;
જીવી જતા મજાનું અહીં કોને આવડે છે?
: હિમલ પંડ્યા "પાર્થ"

No comments:

Post a Comment