Saturday 10 September 2016

હવે આ જ રીતે મને હું મળું છું,
કરી "હાય હેલ્લો" ને છૂટો પડું છું;

મૂકી સઘળી પરવા, ફિકર, દુનિયાદારી,
નિજાનંદે મસ્તીથી મોજે ફરું છું;

કદી વૃધ્ધ આંખોની આશા બનું તો,
કદી કોઈ બચ્ચાની જીદ્દમાં જડું છું;

થયો એ ય પથ્થર પછીથી પૂજાયો!
ન પૂછો મને કેમ ઠેબે ચડું છું;

ભલે અળગો રાખો છતાં એ ન ભૂલો!
પડે ભીડ ત્યારે તરત સાંભરું છું;

હતી જે હવા એણે આખર ડૂબાડ્યો!
ગયાં શ્વાસ તો લ્યો મજાનો તરું છું.

: હિમલ પંડ્યા

No comments:

Post a Comment