વળી સાંજ ઢળશે
મળી સાંજ ઢળશે;
ખભે રાતના લ્યો
ઢળી સાંજ ઢળશે;
દિવસ આખો સળગી
બળી સાંજ ઢળશે;
સૂરજને ડૂબાડી-
ગળી સાંજ ઢળશે;
તમારા સ્મરણમાં
ભળી સાંજ ઢળશે;
ફરી રોજ માફક
છળી સાંજ ઢળશે.
: હિમલ પંડ્યા
મળી સાંજ ઢળશે;
ખભે રાતના લ્યો
ઢળી સાંજ ઢળશે;
દિવસ આખો સળગી
બળી સાંજ ઢળશે;
સૂરજને ડૂબાડી-
ગળી સાંજ ઢળશે;
તમારા સ્મરણમાં
ભળી સાંજ ઢળશે;
ફરી રોજ માફક
છળી સાંજ ઢળશે.
: હિમલ પંડ્યા
No comments:
Post a Comment