Tuesday 25 October 2016


આંખમાં ખટકી રહેલું એક કણું છે દોસતો!
ચોળવાથી દર્દ આ વધ્યું ઘણું છે દોસતો!

પાક એ કહેવાય છે કૃત્યોથી જે નાપાક છે;
જો નર્યા આતંકથી અે દૂઝણું છે દોસતો!

બસ જવાબો આજ જડબાતોડ અેને આપીએ;
જોઈએ છે એને એ ઘર આપણું છે દોસતો!

એક હિન્દોસ્તાન છે,સચવાયેલું તોફાન છે;
લાગવું ના જોઈએ કે વામણું છે દોસતો!

દોસ્તીની શાલ ઓઢાડ્યા કરી વરસો સુધી;
લ્યો હવે ઓઢાડવાને ખાંપણું છે દોસતો!

આવજો દેખાડવાના આંસુઓ લઈને તમે!
ક્રૂર પાડોશીનું અંતે બેસણું છે દોસતો!

: હિમલ પંડ્યા 

No comments:

Post a Comment