હોય એનાથી વધારે ક્યાં સુધી લખવું? કહો,*
એકધારું આ પ્રકારે ક્યાં સુધી લખવું? કહો;
દર્દ, પીડા, આંસુઓ, નકરી ઉદાસી ને વ્યથા!
આ બધું યે છાશવારે ક્યાં સુધી લખવું? કહો;
એક કલ્પન આથમે ત્યાં કૈંક વિચારો ઊગે!
આમ સાંજે ને સવારે ક્યાં સુધી લખવું? કહો;
કેટલો સાવધ રહુ્ં, આગળ વધું, હેઠો પડું!
એકલું ખાંડાની ધારે ક્યાં સુધી લખવું? કહો;
આંખ સામે આ કલમની ધાર બુઠ્ઠી થઈ રહી;
તે છતાં એના સહારે ક્યાં સુધી લખવું ? કહો;
એ જો આવે તો લખું એવું, કદી જે ના લખ્યું!
એક બસ એના વિચારે ક્યાં સુધી લખવું? કહો.
: હિમલ પંડ્યા
(તરહી રચના)

No comments:
Post a Comment