હોય શ્રધ્ધા તો બીજું શું જોઈએ?
દુ:ખ વીતેલી ક્ષણનું શાને રોઈએ?
કયાંય ઈશ્વર શોધવાનો હોય નહિ;
આપણે જો આપણામાં હોઈએ!
ઠીક દેખાશે અરીસામાં બધું;
સ્હેજ હિંમત કર, તો ભીતર જોઈએ!
આંસુઓની જ્યાં વહે ભાગીરથી,
ત્યાં જરુરી છે કે પાપો ધોઈએ!
શબ્દનું સર્જન છે આ, સ્પર્ધા નથી;
પામવાનું શું અને શું ખોઈએ?
એટલી શ્રધ્ધાથી શ્વાસોને ગૂંથ્યા!
જેમ માળામાં ફૂલોને પ્રોઈએ;
સાચવી છે મેં તને જેવી રીતે;
જીંદગી! ક્યાં સાચવી છે કોઈએ?
: હિમલ પંડ્યા
૧૯-૦૮-૨૦૧૬
No comments:
Post a Comment