કેટલો જુઠ્ઠો અને છળથી ભરેલો!
નામ રાખે છે શરીફ ને મનનો મેલો!
કોઈ જો જાણી શકો તો જાણજો ને!
જન્મતી વેળા ય એ જુઠ્ઠું રડેલો?
ઉત્તરે એક સ્વર્ગ સીંચ્યું છે મજાનું,
જોઈએ છે એને, છે ને સાવ ઘેલો!
એ જ નડશે જેમને ઊભા કર્યા,
પગ તળે આવી ગયો ને આજ રેલો!
એ કયામતનો દિવસ ભાળી ગયો છે,
મુલ્ક એનો છે હવે મરવા પડેલો!
આ હજુ શરુઆત છે, સમજી શકે તો,
ઓળખી લઈને સમયને જાગ વ્હેલો!
: હિમલ પંડ્યા
No comments:
Post a Comment