Saturday, 10 September 2016

મિલનનું ગીત મારાથી ઘણાં વખતે ગવાયું છે,
ન જાણે કેમ વર્તન આજ એનું ઓરમાયું છે?

આ નાતો જોડવા માટે નથી કોઈ જબરદસ્તી,
જરા કહી દો કે બીજું કોણ મારાથી સવાયું છે!?

બધાનો પ્રેમ જીત્યો છે, બધાને પ્રેમ આપ્યો છે,
હૃદય ક્યાં કોઈનું ક્યારેય મારાથી ઘવાયું છે?

મુસાબતને હું બિરદાવું કે માનું પાડ હિંમતનો?!
નથી જ્યાં કોઈ પણ પહોંચી શક્યું ત્યાં પણ જવાયું છે!

ફરીથી એ જ ઘટના, એ જ પાત્રો, એ જ સંદર્ભો;
મજાનું દ્રશ્ય કેવું આંખની સામે છવાયું છે!

ગઝલ છે જીંદગી મારી, ગઝલ છે બંદગી મારી,
તમારે મન હશે શબ્દો, અમારો પ્રાણવાયુ છે.

: હિમલ પંડ્યા

No comments:

Post a Comment