Thursday 19 April 2018

તળિયું તૂટેલ નાવ લઈ, જઈ જઈને ક્યાં જશો? 
આ આંખમાં અભાવ લઈ, જઈ જઈને ક્યાં જશો? 

મનમાં ઉદાસી સાવ લઈ, જઈ જઈને ક્યાં જશો? 
ને ખિન્ન હાવભાવ લઈ, જઈ જઈને ક્યાં જશો? 

સદીઓથી પીડતા, સતત દુઝ્યા કર્યા છે જે, 
રુઝ્યા વગરના ઘાવ લઈ, જઈ જઈને ક્યાં જશો? 

ત્યાં પણ કોઈની લાગણી છંછેડશો તમે, 
તરડાયેલો સ્વભાવ લઈ, જઈ જઈને ક્યાં જશો?

જુઓ, રમત-રમતમાં એ વેંચાઈ પણ ગયાં, 
આવો શકુનિદાવ લઈ, જઈ જઈને ક્યાં જશો? 

: હિમલ પંડ્યા

No comments:

Post a Comment