Thursday 19 April 2018

ચાલ ને! થોડાં પાછા જઈને આગળ જઈએ,
શો વાંધો એમાં? રહી રહીને આગળ જઈએ;

આપણે કાં આગળ જાવામાં આગળ થાવું?
તું પહેલાં જા - એવું કહીને આગળ જઈએ;

એક જગાએ રહેવામાં છે જોખમ જેવું,
એ કારણથી થોડાં વહીને આગળ જઈએ;

સ્મિત, સહારો, આંસુ, અવઢવ, સ્નેહ, ઉદાસી;
સરવાળે સઘળું લઈ-દઈને આગળ જઈએ;

એણે જે કંઈ દીધું, પ્રેમથી સ્વીકારીને-
અણગમતું હો એ પણ સહીને આગળ જઈએ;

જીવનના રસ્તે ભરવાના શ્વાસના ડગલાં! 
મોતની સાવ જ સામા થઈને આગળ જઈએ;

: હિમલ પંડ્યા 

No comments:

Post a Comment