Thursday 19 April 2018

હવે આ વ્યથાઓ ટળે તો ય શું?
ખુશી બે ઘડીની મળે તો ય શું?
ગયું નૂર આંખોનું સાવ જ પછી,
હજારો દીવા ઝળહળે તો ય શું?
અમારી જ શ્રદ્ધા ગઈ થાકી-હારી,
દુઆઓ તમારી ફળે તો ય શું?
જુઓ, દેહ પથ્થરસમો થઇ ઉભો!
કશું ભીતરે સળવળે તો ય શું?
અમારે જે કહેવું હતું, કહી દીધું!
ન એ વાતને સાંભળે તો ય શું?
ચલો, અંત પામી સફર, ઓ ગઝલ!
નવા કાફિયાઓ ભળે તો ય શું?
- હિમલ પંડ્યા
 

No comments:

Post a Comment