Thursday 19 April 2018

જીતવા જેવું બધુંયે હારતા,
આપણી તો આટલી છે વારતા!
ઝાંઝવામાં સ્વપ્ન કેરી નાવને,
લઇ હલેસાં આશના હંકારતા;
રોજ તારી યાદ આવી જાય છે,
એક જૂના જખ્મને સંભારતા!
તુજ થકી આ મેળવેલાં દર્દને,
શબ્દકેરું રૂપ દઈ શણગારતા;
માત્ર શ્વાસોને ટકાવી રાખવા,
બોજ આ જીવનતણો વેંઢારતા!
‘પાર્થ’ કોઈ રાહ તો ચીંધે હવે;
ખૂબ ચાલ્યા વ્યર્થ ફાંફા મારતા!
- હિમલ પંડ્યા “પાર્થ”


 

No comments:

Post a Comment