Thursday 19 April 2018

મૌનના તૂટ્યા પછીની વાત છે,
આંસુઓ ખૂટ્યાં પછીની વાત છે;
બેખુદીમાં હોશ ક્યાં છે? આજ તો,
યાદમાં ડૂબ્યાં પછીની વાત છે;
સ્વપ્ન વેરાતું રહ્યું ટૂકડા રૂપે,
આયનો ફૂટ્યા પછીની વાત છે;
હા, દવા થઇ ગઈ હવે પીડા બધી,
દર્દના ઘૂંટ્યા પછીની વાત છે;
જીંદગીમાં ક્યાં રહ્યું જીવવાપણું ?
એમના રુઠ્યા પછીની વાત છે;
એ કબર પર ફૂલ ધરવા આવશે;
શ્વાસના છૂટ્યા પછીની વાત છે;
: હિમલ પંડ્યા

No comments:

Post a Comment