Thursday 19 April 2018

એમની નજરોને ના ટાળી શક્યાં, 
ના તો ખુદના દિલને સંભાળી શક્યાં. 

આંખના બે સાવ નિર્જન ટાપુઓ,
આંસુઓનું પૂર ના ખાળી શક્યાં.

તેં કરી એ કોશિશો મેં પણ કરી!
પૂર્વગ્રહ ક્યાં આપણે બાળી શક્યાં? 

દૂરનું તો ખેર, ના દેખાય પણ-
સાવ જે સામે હતું, ભાળી શક્યાં?

શબ્દનો જો, હાથ છે માથા ઉપર,
જાતને એથી જ અજવાળી શક્યાં.   

: હિમલ પંડ્યા 

No comments:

Post a Comment