Thursday 19 April 2018

ફરીથી ઉદાસીની મોસમ મળી છે,
હવામાં ય ગમની લહેરો ભળી છે;

ગમા-અણગમા ની હવે વાત કેવી?
હતી જે પીડા એ જ પાછી મળી છે;

ઘણાં આપી દીધા દિલાસાઓ દિલને,
અમે લાગણીઓને આમ જ છળી છે;

ઉઠો ના તમે આમ મહેફિલમહીંથી,
હજુ ક્યાં પૂરી વાત પણ સાંભળી છે;

મળ્યું ટૂકડારૂપે દિલ, તો વિચાર્યું;
કદાચ એમની બદદુઆઓ ફળી છે.

- હિમલ પંડ્યા 

No comments:

Post a Comment